પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)

કેન્દ્ર સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ ર૦રર સુધીમાં સૌને પોતાનું આવાસ મળી રહે તેવા ઉમદા હેતુસર પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જે અંતર્ગત અમરેલી શહેરમાં આ યોજનાની કામગીરી પ્રગતિમાં છે.

–ઃઃ સહાય કોને મળી શકે ?

એફોર્ડેબલ હાઉસીંગ મિશન – ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વ્યકિતગત આવાસ બાંધકામ (BLC) ઘટક અંતર્ગત નવું બાંધકામ કરવા માટે પ્રાથમિક જરૂરિયાત માં, અમરેલી શહેર હદ વિસ્તારમાં અરજદારની પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ / જર્જરીત મકાન હોય તેમણે નીચે મુજબનું ડિમાન્ડ સર્વે ફોર્મ ભરી અરજી નોંધાવી શકાય.

ડિમાન્ડ સર્વે ફોર્મ

–ઃઃ ફોર્મ સાથે રજુ કરવાના થતા પુરવા :ઃ–

૧) જમીનની માલિકીના પુરાવા, દસ્તાવેજ / સનદ.

ર) પ્રોપર્ટી કાર્ડ અથવા ગામ નમુના નં. ર અને ૮ – અ.

૩) બિનખેતીનો હુકમ અને લે – આઉટ પ્લાન / માપણી શીટ / ટીકાશીટની ઝેરોક્ષ નકલ.

૪) મામલતદારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ વાર્ષિક આવકનો દાખલાની નકલ.

પ) રેશનકાર્ડની નકલ.

૬) આધારકાર્ડની ( રેશનકાર્ડના તમામ સભ્યોના ) નકલ.

૭) ચુંટણીકાર્ડની નકલ.

૮) રાષ્ટ્રીયકૃત બેંકનાં સેવિંગ એકાઉન્ટની પાસબુકની નકલ.

* નોંધ :– ઉપર મુજબના ડિમાન્ડ સર્વેના ફોર્મની વિગતો ભરી ઉપરોકત દર્શાવ્યા મુજબના જરૂરી આધાર પુરાવાઓ આ ‘‘ડિમાન્ડ સર્વે ફોર્મ સાથે જોડી – નવા નાના બસ સ્ટેન્ડ, પહેલો માળ, નાગનાથ મંદિર પાસે અમરેલી ખાતે પહોંચતા કરશો. ત્યારબાદ આપની યોગ્તા/પાત્રતાના આધારે આપનો સંપર્ક કરવામાં આવશે.

* વધુ માહિતી માટે મો. ૯૩ર૭૩ ૯૬૧૦૧ નો સંપર્ક કરશો.