પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)

dfgdgdgdgd

કેન્દ્ર સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ ર૦રર સુધીમાં સૌને પોતાનું આવાસ મળી રહે તેવા ઉમદા હેતુસર પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જે અંતર્ગત અમરેલી શહેરમાં આ યોજનાની કામગીરી પ્રગતિમાં છે.

–ઃઃ સહાય કોને મળી શકે ?

એફોર્ડેબલ હાઉસીંગ મિશન – ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વ્યકિતગત આવાસ બાંધકામ (BLC) ઘટક અંતર્ગત નવું બાંધકામ કરવા માટે પ્રાથમિક જરૂરિયાત માં, અમરેલી શહેર હદ વિસ્તારમાં અરજદારની પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ / જર્જરીત મકાન હોય તેમણે નીચે મુજબનું ડિમાન્ડ સર્વે ફોર્મ ભરી અરજી નોંધાવી શકાય.

અરજદારનું નામ *
અરજદારનો મોબાઈલ નંબર*
જે જગ્યાએ મકાન બનાવવા માંગે છે, તેનું પાકું સરનામું *
અરજદા છેલ્લા કેટલા વર્ષથી અમરેલી શહેરમાં વસવાટ કરે છેેે ? *
ઘર / પ્લોટનો પ્રકાર *
પોતાના કુટુંબ/પરીવાર (રેશનકાર્ડનાં તમામ સભ્યો) ના નામે ભારતભરમાં પાકુ મકાન ધરાવે છે કે કેમ? *
સરકારશ્રીની અન્ય કોઈ પણ આવાસ યોજનાનો ભુતકાળમાં લાભ લીધેલ છે? *
ખુલ્લો પ્લોટ / જર્જરીત કે કાચા મકાનના સનદ અથવા બિનખેતી મંજુર થયેલ છે? *
Email*

–ઃઃ ફોર્મ સાથે રજુ કરવાના થતા પુરવા :ઃ–

૧) જમીનની માલિકીના પુરાવા, દસ્તાવેજ / સનદ.

ર) પ્રોપર્ટી કાર્ડ અથવા ગામ નમુના નં. ર અને ૮ – અ.

૩) બિનખેતીનો હુકમ અને લે – આઉટ પ્લાન / માપણી શીટ / ટીકાશીટની ઝેરોક્ષ નકલ.

૪) મામલતદારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ વાર્ષિક આવકનો દાખલાની નકલ.

પ) રેશનકાર્ડની નકલ.

૬) આધારકાર્ડની ( રેશનકાર્ડના તમામ સભ્યોના ) નકલ.

૭) ચુંટણીકાર્ડની નકલ.

૮) રાષ્ટ્રીયકૃત બેંકનાં સેવિંગ એકાઉન્ટની પાસબુકની નકલ.

* નોંધ :– ઉપર મુજબના ડિમાન્ડ સર્વેના ફોર્મની વિગતો ભરી ઉપરોકત દર્શાવ્યા મુજબના જરૂરી આધાર પુરાવાઓ આ ‘‘ડિમાન્ડ સર્વે ફોર્મ સાથે જોડી – નવા નાના બસ સ્ટેન્ડ, પહેલો માળ, નાગનાથ મંદિર પાસે અમરેલી ખાતે પહોંચતા કરશો. ત્યારબાદ આપની યોગ્તા/પાત્રતાના આધારે આપનો સંપર્ક કરવામાં આવશે.

* વધુ માહિતી માટે મો. ૯૩ર૭૩ ૯૬૧૦૧ નો સંપર્ક કરશો.